પરફેક્ટ માહિતી મેળવવા ગ્રુપ જોઇન કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહિં ક્લિક કરો.

( SSC) STD 10 Purak Pariksha 2024 Time Table

STD 10 SSC purak pariksha time table

જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પરીક્ષા 2024 માં એક કે 2 વિષયમાં નાપાસ થયા હોય તેમને માટે GSEB.ORG વેબસાઈટ પર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની જાહેરાત મુજબ ફરી પરીક્ષા આપવા માટે ફોર્મ ભરવામાં આવેલ તેની પરીક્ષાનો કાર્યક્રમ – ટાઈમ ટેબલ જાહેર થયી ગયું છે.

શિક્ષણ બોર્ડ દ્વારા એક કે 2 વિષયમાં નાપાસ કે ગેરહાજર વિધાર્થીઓનું એક વર્ષ નકામું ના જાય અને તેઓ ચાલુ વર્ષ એટલે કે 2024 માં જ ધોરણ 11 માં પ્રવેશ લઇ શકે તે માટે મુખ્ય પરીક્ષા પછી થોડા જ દિવસો માં આ પૂરક પરીક્ષાનું આયોજન થતું હોય છે.

ધોરણ 10 ની પૂરક પરીક્ષા કોણ આપી શકે?

ધોરણ-૧૦ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૨૪ માં જે વિદ્યાર્થીઓ એક(૧) અથવા બે(ર) અથવા ત્રણ(૩) વિષયમાં ગેરહાજર રહેલ હોય કે એક(૧) અથવા બે(૨) અથવા ત્રણ(૩) વિષયમાં અનુત્તીર્ણ (નાપાસ) હોવાને કારણે ગુણપત્રકમાં (NEEDS IMPROVEMENT) “સુધારણાને અવકાશ” ધરાવે છે તેવા પૂરક પરીક્ષા આપવા ઇચ્છુક પરીક્ષાર્થીઓ વર્ષ-૨૦૨૪ ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે.આજ રીતે ધોરણ ૧૨ ( HSC ) સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને કોમર્સે પ્રવાહ માટે પણ પરીક્ષાઓ યોજાતી હોય છે.

આ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઇ ચુક્યો છે. પરીક્ષાના કાર્યક્રમ મુજબ જૂન અને જુલાઈમાં આ પરીક્ષા યોજાનાર છે. પરીક્ષાની શરૂઆત 24/06/2024 ને સોમવારથી શરુ થાય છે. સંપૂર્ણ પૂરક પરીક્ષા કાર્યક્રમ નીચે મુજબ છે.

STD 10 Purak Pariksha 2024 Time Table

Date Subjects (Time- 10.00 AM to 1.15 PM) Time
24/06/2024
સોમવાર
ગુજરાતી (પ્રથમ ભાષા) (01) હિન્દી (પ્રથમ ભાષા) (02)
મરાઠી (પ્રથમ ભાષા) (03) સિંધી (પ્રથમ ભાષા) (06)
તામિલ (પ્રથમ ભાષા) (07) અંગ્રેજી (પ્રથમ ભાષા) (04)
તેલગુ (પ્રથમ ભાષા) (08) ઉર્દૂ (પ્રથમ ભાષા) (05)
ઉડિયા (પ્રથમ ભાષા) (09)
(સમય – 10.00 AM થી 1.15 PM)
25/06/2024 (મંગળવાર)અંગ્રેજી (દ્વિતીય ભાષા) (16)(સમય – 10.00 AM થી 1.15 PM)
26/06/2024 (બુધવાર)વિજ્ઞાન (11)(સમય – 10.00 AM થી 1.15 PM)
01/07/2024 (સોમવાર)સામાજિક વિજ્ઞાન ( 10 )(સમય – 10.00 AM થી 1.15 PM)
02/07/2024 (મંગળવાર)ગુજરાતી (દ્વિતીય ભાષા) (13)(સમય – 10.00 AM થી 1.15 PM)
03/07/2024 (બુધવાર)સ્ટાન્ડર્ડ ગણિત (12)
બેઝિક ગણિત (18)
(સમય – 10.00 AM થી 1.15 PM)
04/07/2024 (ગુરુવાર)હિન્દી (દ્વિતીય ભાષા) (14) સિંધી (દ્વિતીય ભાષા) (15) સંસ્કૃત (દ્વિતીય ભાષા) (17) ફારસી (દ્વિતીય ભાષા) (19) અરબી (દ્વિતીય ભાષા) (20) ઉર્દૂ (દ્વિતીય ભાષા) (21) હેલ્થકેર (41) બ્યુટી એન્ડ વેલનેશ(42) ટ્રાવેલ ટુરિઝમ(43) રિટેઇલ (44) ઇલેક્ટ્રોનિકસ એન્ડ હાર્ડવેર(49) એગ્રીકલ્ચર (50) અપેરલ મેડ અપ એન્ડ હોમ ફર્નિશિંગ (76) ઓટોમેટિવ(78) ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી (80) ઇન્સ્યોરન્સ (82) ફુડ પ્રોસેસિંગ (84) IT(આઇ.ટી.)/ITes(આઇ.ટી.ઇ.એસ.)(86) પ્લમ્બર (88) સ્પોર્ટસ ફિઝિકલ એજ્યુકેશન ફિટનેસ એન્ડ લેઇઝર (90)(સમય – 10.00 AM થી 1.15 PM)

SSC ધોરણ 10 પુરક પરીક્ષા અંગે અગત્યની સૂચનાઓ

  • SSC ધોરણ 10 ના તમામ પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે. જયારે વોકેશનલ કોર્સના વિષય કોડ 41, 42, 43, 44, 49, 50, 76, 78, 80, 82, 84, 86, 88, 90 વિષયના પ્રશ્નપત્રો ૩૦(ત્રીસ) ગુણના રહેશે.
  • પ્રશ્નપત્રનો સમય 10:00 થી 10:15 કલાક પ્રશ્નપત્ર વાંચવા માટે તથા 10:15AM થી 1:15PM સુધી ઉત્તરો લખવા માટેનો રહેશે. વિષય ક્રમાંક 41, 42, 43, 44, 49, 50, 76, 78, 80, 82, 84, 86, 88, 90 માં 11:15 સુધી લખવા દેવામાં આવશે.
  • પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષયકોડ નંબર અવશ્ય લખવો પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઇ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી नहि.
  • પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના સમયના અડધો કલાક અગાઉ હાજર થવાનું રહેશે.

Supplementary Examination SSC 2024 Time table pdf

SSC ધોરણ ૧૦ પુરક પરીક્ષાનો કાર્યક્રમ PDF – અહીંથી ડાઉનલોડ કરો.