પરફેક્ટ માહિતી મેળવવા ગ્રુપ જોઇન કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહિં ક્લિક કરો.

શાળા પ્રવેશોત્સવ આયોજન ફાઈલ – Shala Praveshotsav 2024 File Pdf – word Free Download

shala praveshotsav ayojan file

shala Praveshotsav File 2024 -25 free Download.  શાળા પ્રવેશોત્સવ આયોજન ફાઈલ, કાર્યક્રમની રૂપરેખા, એન્કરીંગ સ્પીચ, વકતૃત્વ સ્પીચ, સુત્રો અને ગીત ડાઉનલોડ કરો.

ગુજરાતમાં દર વર્ષે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત માં વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામાં આવે છે. હવે દરેક પ્રાથમિક, માધ્યમિક અને ખાનગી શાળાઓમાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવે છે. ધોરણ 1 અને બાલવાટિકા, તથા ધોરણ 9 ના વિધાર્થીઓના શાળા પ્રવેશ માટેનો આ કાર્યક્રમ છે. સરકાર અને શાળાઓ દ્વારા યોજાતા આ કાર્યક્રમને ગુજરાતમાં ગણી સફળતાઓ મળી છે. શાળાઓમાં પ્રવેશપાત્ર બાળકોની સંખ્યામાં ધરખમ છે. ડ્રોપઆઉટ રેશિયામાં સુધારો થયો છે. 6 થી 14 વર્ષના તમામ બાળકોને સર્વે દ્વારા શોધી પ્રવેશ આપવામાં આવે છે.

સરકારના મંત્રી, અધિકારીઓ ને પ્રત્યક્ષ રૂપે આ કાર્યક્રમમાં જોડવામાં આવે છે. શાળાઓ અને આંગણવાડીઓ ની સાથે સાથે ગ્રામજનોને પણ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ભાગીદાર બનાવવામાં આવે છે.

શાળાઓ માટે આ કાર્યક્રમના આયોજન માટે અહીં એક ફાઈલ આપવામાં આવી
છે. જે આપણી શાળા કક્ષાએ કાર્યક્રમને આયોજન બદ્ધ રીતે ઉજવવામાં અને તેનું દસ્તાવેજીકરણ કરવામાં મદદ કરશે. આપ અહીંથી તે ફાઈલ ડાઉનલોડ કરી શકો છો.

શાળા પ્રવેશોત્સવની તારીખમાં ફેરફાર થયેલ છે – વાંચો પરિપત્ર

શાળા પ્રવેશોત્સવ 2024 ના કાર્યક્રમમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. તે પ્રમાણે PAT અને SAT પરીક્ષામાં શ્રેષ્ઠ, માધ્યમ અને નબળો દેખાવ કરનાર 6 થી 8 બાળકોની વિગતો કીટમાં પુરી પાડવાની રહેશે.

શિક્ષણ વિભાગની યોજનાઓથી તમામને વાકેફ કરવા પડશે. તે માટેની સ્પીચ નો ડ્રાફ્ટ પૂરો પાડવાનો રહેશે.

નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ વગેરે યોજનોની સમગ્ર માહિતી આપવાની રહેશે.

શાળા પ્રવેશોત્સવ 2024 કાર્યક્રમ ઉમેરો – પરિપત્ર

શાળા પ્રવેશોત્સવની પુર્વ તૈયારીરૂપે શાળા કક્ષાએ કરવાની કામગીરી

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માટે સરકાર દ્વારા એક કાર્યસુચી અને સુચનાઓનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે. તેની સૂચનાઓનું પાલન કરવાનું હોય છે. દર વર્ષના પરિપત્રોમાં મોટે ભાગે નીચે મુજબના આયોજન અને સૂચનાઓ હોય છે.

👉 પ્રવેશપાત્ર બાળકોનો સર્વે કરી અને નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરવી.

👉 શાળાની સ્વચ્છતા ખૂલતાં વેકેશન પૂર્વે થઈ જાય તેવી યોગ્ય વ્યવસ્થા કરવી

👉 પ્રવેશોત્સવ ઉજવણીની તારીખ અને સમયની જાહેરાત કરવી.

👉 વાલીઓ અને લોકોને આ કાર્યક્રમનું આમંત્રણ આપવું તથા નામાંકન અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તેમનો સહયોગ લેવો.

👉 શાળામાં નામાંકન તથા પ્રવેશોત્સવનું સમગ્ર આયોજન શાળા વ્યવસ્થાપન સમિતિનાં સંકલનમાં રહીને કરી શકાય.

પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન શાળા કક્ષાએ કરવાની થતી કાર્યવાહી

 • એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી દ્વારા પ્રવેશોત્સવ કાર્યક્રમનું સંચાલન થાય તેવું આયોજન કરવું.
 • દરેક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી માટે નીચે પ્રમાણેની કાર્યક્રમ સૂચિને અનુસરવી.
 • યોગથી નિરોગી, સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો, પાણી બચાવો, વૃક્ષારોપણ, જમીન સુધારણા, વ્યસનમુક્તિ, કોરોના મહામારી દરમિયાન લેવાની થતી કાળજી(કોરોના એક મહામારી), વગેરે વિષય પર બાળકોને વક્તવ્ય તૈયાર કરાવવાની જવાબદારી શિક્ષકોની રહેશે. પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓનું વક્તવ્ય રાખવું.
 • પદાધિકારીઓ / અધિકારીઓને ફૂલ, ગુલાબ, પાંદડી, ચંદન, તિલકથી સ્વાગત કરવાની જરૂર નથી. તેમનું સ્વાગત કોઈ બાળક થકી પુસ્તક આપીને કરાવવું.
 • પ્રવેશ પામતા બાળકોના ડ્રેસ ઉપર તેમના નામનું બેઈઝ લગાવી શકાય તેમજ પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને જે પાઠ્ય પુસ્તક આપવામાં આવે તેના ઉપર નામ લખવાનું કે સ્ટીકર લગાવવાનું રહેશે.
 • પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાલક્ષ્મી બોન્ડ ધરાવતી કન્યાઓને પાકતી મુદતના બોન્ડની રકમના ચેકનું વિતરણની જવાબદારી જે તે શાળાના મુખ્ય શિક્ષકની રહેશે.
 • ધો. ૩ થી ૮ માં વર્ષાંત પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવું. આ સાથે જે બાળકોની અગાઉના વર્ષમાં ૧૦૦% હાજરી હોય તેવા બાળકો અને તેમના વાલીઓને સન્માનિત કરવા.
 • દાન / લોકફાળો આપનાર દાતાઓ, સહકારી સંસ્થા કે સ્વૈચ્છિક સંસ્થાઓનું સન્માન કરવું.
 • વાલીઓમાં શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા કેળવાય તે માટે આ સાથે સૂચવેલ રૂપરેખા મુજબનું પ્રોત્સાહન રૂપી વક્તવ્ય મહાનુભાવ દ્વારા અપાય તે પ્રકારનું આયોજન કરવું.
 • કાર્યક્રમમાં વધારેમાં વધારે લોકભાગીદારી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું.
 • કાર્યક્રમની ગુણવત્તા, અસરકારકતા તેમજ સ્થાનિક પરીબળોને ધ્યાને લઈ રાજ્ય કક્ષાએથી આપેલી સૂચનાઓ સિવાય ઉચિત જણાય તેવા ફેરફાર સ્વવિવેકથી કરી શકાશે.
 • જો શાળામાં સ્માર્ટ ક્લાસ ચાલતો હોય તો તેની અમલવારીની ચકાસણી કરવી તથા બાળકોના સ્વઅધ્યયનમાં થયેલ વધારાની ચકાસણી કરવી.
 • ગત વર્ષે બાળકોની દર સપ્તાહમાં એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલ હતું. આ એકમ કસોટી દ્વારા બાળકોનું મુલ્યાંકન હાથ ધરવામાં આવેલ હતું તથા છ માસિક અને વાર્ષિક કસોટી દ્વારા મુલ્યાંકન કરવામાં આવે છે. તેની યુનિટ ટેસ્ટબુક અને જવાબવાહીની ચકાસણી શિક્ષકો દ્વારા વ્યવસ્થિત થયેલ છે તે સુનિશ્ચિત કરવું.
 • G-Shala અને DIKSHA Portalની ઉપયોગિતાનું મહાનુભાવને નિદર્શન કરાવવું.
 • જે બાળકો લર્નિંગ આઉટકમ સિધ્ધ કરી શક્યા નથી તેવા બાળકોની યાદી મુખ્ય શિક્ષકે તૈયાર કરવી.

શાળા પ્રવેશોત્સવ આયોજન ૨૦૨૪ ફાઈલ

Shala Praveshotsav File Word – Download

Shala praveshotsav File PDF : Download

શાળા પ્રવેશોત્સવ નવી અપડેટેડ ફાઈલ – Download