પરફેક્ટ માહિતી મેળવવા ગ્રુપ જોઇન કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહિં ક્લિક કરો.

Namo Saraswati Yojana Gujarat 2024 – નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના

ગુજરાત સરકારે છેલ્લા બે થી 3 દાયકામાં કન્યા કેળવણી, મહિલા સશક્તિકારણ ઘણા પ્રયાસો કર્યા છે. આધુનિક યુગની આજની નારીને વૈશ્વીક ફલક પર લાવવા માટે સમગ્ર દેશમાં એક જૂંબેશ ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર પણ તેમાં પાછળ નથી.
એ માટે જ મહિલાલક્ષી / મહિલા વિકાસ માટે વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ગુજરાતમાં 100 થી પણ વધુ યોજનાઓ નારી શક્તિ માટે બનાવવામાં આવી છે. સરકાર તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે.

પરંતુ ક્યારેક આવી યોજનાઓની સચોટ જાણકારી આપણા છેવાડાના ગામડા સુધી પહોંચતી નથી. એના કારણે યોગ્ય ઉમેદવાર મહિલાઓને તેનો લાભ મળી શકતો નથી.

આજે આવી જ બે નવી યોજનાઓ શરુ કરવામાં આવી છે.

 1. નમો લક્ષ્મી યોજના
 2. નમો સરસ્વતી યોજના

આ બંને યોજનોમાંથી આજે અહીં નમો સરસ્વતી યોજના અંગે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનાનો મુખ્ય હેતુ

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એવી વિધાર્થીનીઓ માટે શરુ કરવામાં આવી છે જે ધોરણ 11 – 12 માં વિજ્ઞાન માધ્યમમાં ભણવાની ઈચ્છા રાખે છે. આ યોજનાનો મુખ્ય હેતુ વધુ ને વધુ કન્યાઓને મેડિકલ અને એન્જીનીઅર ક્ષેત્રમાં આવવા માટે પ્રોત્સાહિત કરવી.

વિજ્ઞાન માધ્યમની સ્કૂલ માં ભણવા માટે હવે એ વિધાર્થિનીઓ પણ તૈયાર થશે જે નબળી આર્થિક સ્થિતિમાંથી આવે છે. હવે ડોક્ટર – એન્જીનીઅર બનવાનું સપનું ગામડાની વિધાર્થિનીઓનું પણ પૂરું થશે.

( Job के लिए Resume कैंसे बनायें ?)

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana

યોજનાનું નામનમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
આર્ટીકલની ભાષાગુજરાતી
યોજનાનો મુખ્ય હેતુવિજ્ઞાનપ્રવાહમાં ભણતા વિદ્યાર્થિઓને સહાય આપવામાં આવશે.
લાભ લેવા માટેની પાત્રતાલાભાર્થીએ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાનાં રહેશે.
લાભાર્થીને મળતી કુલ સહાયધોરણ 11 અને ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીનીઓને 25,000 ની સહાય આપવામાં આવશે.
અરજીની પ્રક્રિયાવિદ્યાર્થિઓને અરજીની પ્રક્રિયા શાળામાંથી કરવામાં આવશે.
ઓફિશિયલ વેબસાઈટhttps://gujaratindia.gov.in/state-profile/govt-department.htm

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનાની પાત્રતા

આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે, જે નીચે મુજબ છે.

 • “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” માં લાભ લેવા માટે લાભાર્થીએ સૌ પ્રથમ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાનાં રહેશે.
 • ત્યારબાદ લાભાર્થીઓએ ધોરણ-11 અને ધોરણ-12 માં વિજ્ઞાનપ્રવાહ પસંદ કરવાનું રહેશે.
 • લાભાર્થીનાં કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઇએ.
 • આ પ્રમાણેની પાત્રતા ધરાવતાં તમામ વિદ્યાર્થિઓને આ યોજનાનો લાભ લઇ શકે છે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં મળતા લાભ

 • સરકારની આ યોજના દ્વારા વિદ્યાર્થીને ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લીધેલું હોય તો રૂપિયા 25,000 ની સહાય કરવામાં આવશે.
 • જેમાં ધોરણ 11 ના વિજ્ઞાન પ્રવાહમાં ₹10,000 અને ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 15000ની સહાય કરવામાં આવશે.
 • લાભ મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12 માં મને મળીને કુલ 20,000 રૂપિયા આપવામાં આવશે તેના પછીના 5000 રૂપિયા તેમની બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય તેના પછી આપવામાં આવશે.

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા

 • આ યોજના માટેની પ્રક્રિયા શાળાના નિયામકો દ્વારા કરવાની રહેશે.
 • આ યોજના માટે શાળામાં એક “નમો સરસ્વતી” નામનું Online Portal બનાવવામાં આવશે.
 • જયારે આ પોર્ટલ બની જાય ત્યાર બાદ સરકાર દ્વારા યોજનાની જાહેરાત આપવામાં આવશે.
 • જરૂરી દસ્તાવેજ સાથે online Application કરાવીં.
 • આપનું નામ સિલેક્ટ થયેથી તમને જા કરવામાં આવશે.
 • ત્યાર બાદ online બેંક ડીટેલ submit કરવાની રહેશે. શાળાઓ પણ આપને મદદ કરશે.
 • લાભાર્થીને મળતી સહાયની રકમ વિધાર્થીનાં વાલીનાં બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
 • ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થિઓની નોંધણીની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ, યોગ્યતા ધરાવતા વિધાર્થિઓનિ યાદી “નમો સરસ્વતી” Portal પર અપલોડ કરી દેવામાં આવશે.
 • લાભાર્થીની નિયમિત હાજરીની જવાબદારી જે તે શાળાની રહેશે.
 • જેની તપાસ શાળાને જણાવ્યા વગર કરવામાં આવશે. જેમાં લાભાર્થીની હાજરી 80% નહિં થાય, તેની સહાય બંધ કરી દેવામાં આવશે.
 • રિપીટર વિદ્યાર્થિઓને આ સહાયનો લાભ અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી જ રહેશે.
 • જો વિધાર્થી બીજી કોઇ સ્કોલરશિપનો લાભ મેળવતો હોય, તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

જરૂરી દસ્તાવેજો

 • ગુજરાત સરકારની નમો સરસ્વતી યોજના હેઠળ નાણાકીય સહાય/ શિષ્યવૃતિ માટે અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે :-
  • રહેઠાણનો પુરાવો/ ગુજરાતનું નિવાસસ્થાન.
  • આવકનું પ્રમાણપત્ર.
  • જાતિ પ્રમાણપત્ર. (જો લાગુ હોય)
  • બેંક ખાતાની વિગતો.
  • આધાર કાર્ડ.
  • મોબાઇલ નંબર.
  • માતા-પિતાનું આધાર કાર્ડ.
  • શિક્ષણ સંબંધિત દસ્તાવેજો.

Namo Saraswati Yojana Gujarat 2024

આ યોજના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ની જાહેરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. પણ હજી તેના માટે પોર્ટલ બનાવવામાં આવ્યું નથી. ઓનલાઈન અરજી માટે પોર્ટલ – વેબસાઈટ બની જાય પછી આપ સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ફોર્મ ભરી શકશો. લગભગ જુલાઈના અંત સુધીમાં પોર્ટલ લોન્ચ થઇ જવાની શક્યતાઓ છે.