પરફેક્ટ માહિતી મેળવવા ગ્રુપ જોઇન કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહિં ક્લિક કરો.

કોસંબ : ગુજરાતનું આ ફળ છે આયુર્વેદનો ભરપૂર ખજાનો

kusum fruit information

ગુજરાતમાં જોવા મળતું આ ફળ – ઔષધીય ગુણોનો છે ભંડાર – વિટામિન સી નો છે ભરપૂર સ્ત્રોત

ભારતમાં અન્ય રાજ્યોમાં જ નહીં આપણા ગુજરાતમાં પણ જોવા મળતું આ ફળ આયુર્વેદનો ભરપૂર ખજાનો છે. કોસંબ નામનું આ ફળ વિવિધ રોજ અને બીમારીઓમાં પણ ઉપયોગમાં લેવાય છે.

kusum fruit information

ગુજરાતના જંગલો વિવિધતાથી ભરપૂર છે. જંગલમાં જોવા મળતા ફળ ફૂલ વગેરે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે પણ આપણે સાચી સમજણ અને ઓળખના અભાવે તેનો ઉપયોગ કરી શકતા નથી. ગુજરાતના ડાંગ નવસારી, નર્મદા, ગીર તથા ઉત્તર ગુજરાતના અરવલ્લી બાજુના જંગલોમાં કેટલીય ઔષધીય વનસ્પતિઓ અને ફળો તે કુદરતે નિર્માણ કર્યા છે. પરંતુ સાચી ઓળખ અને માહિતીના અભાવે તેનો ઉપયોગ આપણે કરી શકતા નથી. ચાલો આજે તમને હું આ કોસંબ ફળ વિશેની જાણકારી આપુ.

બેરી – લીચી ના ફળ જેવું દેખાતું આ ફળ ડાંગના જંગલોમાં મળી આવે છે. નામ કોસંબ છે પણ સ્થાનિક ભાષામાં કોશિબા કહે છે. સ્થાનિક લોકો આ ફળનો ખાવામાં ઉપયોગ કરતા હોય છે. આને તમે ડાંગ જિલ્લાનું લીચી પણ કહી શકો.

તેને કોસમ અથવા સિલોન ઓક ટ્રી પણ કહે છે. વૈજ્ઞાનિક નામ :- schleichera oleisa

એક મોટા ઝાડ ઉપર લગતા આ ફળ ચોમાસાની શરૂઆતમાં જ મળી જાય છે. કોસંબ સ્વાદે ખાટુ મીઠું હોય છે. ગુંદાની જેમ અંદર ગર્ભનો લેયર હોય છે. અંદરનો રંગ કેસર કેરી જેવો કેસરી હોય છે. નર્મદા જિલ્લાના લોકો આ ફળને સ્થાનિક ભાષામાં કબ્જા પણ કહે છે. વિટામીન સી ભરપૂર આ ફળ ભાગ્યે જ આપણને ગુજરાતના કોઈ માર્કેટમાં જોવા મળતા હોય છે.

Read Also : Kangan disadvantages

ઔષધીય મહત્વ અને ઉપયોગ :

કુસુમ ફળ દવાનું કામ કરે છે. તેના ફળો જ નહીં પણ તેના મૂળ, છાલ, બીજ, પાંદડા વગેરેનો પણ ઉપયોગ થાય છે.

  • કોસંબ ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે,
  • તે બાળકોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
  • આ ખાવાથી બાળકોમાં પેટના સંબંધી સમસ્યા દૂર થાય છે.
  • કુસુમના ફળની અંદર એક બીજ નીકળે છે. આ બીજ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.
  • બીજ નું તેલ કાઢી લો અને તે તેલ માથા પર લગાવો. અહી તેલ ઓનલાઈન મળે છે.
  • આ તેલથી વાળ ખરતા અટકે છે. ધીમે ધીમે વાળ વધવા લાગશે.
  • આ ઉપરાંત કાનના દુખાવામાં મદદરૂપ છે.
  • તેના બીજનો પાવડર ઘાના અલ્સરમાં મદદ કરે છે.
  • આ ફળ ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.
  • ચહેરા માટે ફાયદાકારક, કેન્સરમાં મદદરૂપ, તણાવ દૂર કરે છે.

( અહીં આપવામાં આવેલી માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. કોઈ પણ વસ્તુનો દવા તરીકે ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. )